કોરોનાને લીધે અર્થતંત્રને ભારે નુકસાન થયું છે અને આ નુકસાનીમાંથી બહાર આવવા માટે વિશ્વના ઘણા દેશો પેકેજની જાહેરાત કરી રહ્યા છે. તેવી જ રીતે ભારત પણ દેશના અર્થતંત્રને ફરી વેગ આપવા માટે ટૂંક સમયમાં રૂ. 10 લાખ કરોડનું જંગી પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે. આ અંગે નીતિ આયોગ એક બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર નીતિ આયોગે GDPના 5% એટલે કે લગભગ 10 લાખ કરોડનું પેકેજ તૈયાર કર્યું છે. જેમાં નબળા, કોર્પોરેટ, NPA, MSME, આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે. શુક્રવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રિવર્સ રેપો રેટમાં ઘટાડો અને એક લાખ કરોડ રૂપિયાના પેકેજથી રોકડ વધારવાની મોટી જાહેરાત કરી હતી અને તે પછી હવે સરકારના નિર્ણય પર નજર છે.