વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે, કોરોના વાયરસ એક અદ્રશ્ય દુશ્મન છે પરંતુ આપણી પાસે કોરોના વોરિયર્સ અજેય યોદ્ધા છે. તેમણે એક વીડિયો કોન્ફરન્સિંગમાં આ વાત જણાવી છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, દેશની પ્રજા કોરોનાને લડત આપી રહી છે અને આમાં કોરોના વોરિયર્સની ભૂમિકા સૌથી મહત્વની છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કોરોના વાયરસ એક અદ્રશ્ય દુશ્મન હોઈ શકે છે પરંતુ આપણા વોરિયર્સ અને મેડિકલ વર્કર્સ અજેય છે. અજાણ્યા દુશ્મન અને અજેય યોદ્ધાઓની વચ્ચે ચાલી રહેલી આ લડાઈમાં આપણા મેડિકલ યોદ્ધા જીત હાંસેલ કરશે.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, હુ સ્પષ્ટ કરી દેવા માગું છું કે આપણા યોદ્ધા જેઓ આ બીમારીને લડત આપી રહ્યા છે તેમની સાથે કોઈ હિંસા કે અભદ્ર વ્યવહારને ચલાવી લેવાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુની રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જુબલી કાર્યક્રમમાં આ વીડિય કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.