પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. આ દરમિયાન ભારત સતત તેના શસ્ત્રો અને મિસાઈલોનું પરીક્ષણ કરી રહ્યું છે. ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે વિકસિત મલ્ટી-ઈન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઈન (MIGM) મિસાઈલનું યુદ્ધ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિ બદલ DRDO, ભારતીય નૌકાદળ અને સંબંધિત ઉદ્યોગોને અભિનંદન પાઠવ્યા છે.