ભારત-ચીન સીમા વિવાદ હવે મોટા તણાવમાં બદલાઈ રહ્યો છે. સોમવારે રાતે લદ્દાખની ગાલવાન વેલીમાં બન્ને દેશના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ છે. જેમાં ભારતના એક કર્નલ અને બે જવાન શહીદ થયા છે. ભારત-ચીન સીમા પર 53 વર્ષ એટલે કે 1967 બાદ એવી પરિસ્થિતિ આવી છે, જ્યારે ભારતના જવાનો શહીદ થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બન્ને દેશોના સૈનિક વચ્ચે હિંસક અથડામણ ડી-એક્સકેલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી. ડી-એક્સકેલેશન હેઠળ બન્ને દેશોની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે.
1967માં પણ આવી જ અથડામણ થઈ હતી
11 સપ્ટેમ્બર 1967ના રોજ સિક્કિમના નાથૂલામાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદ 15 સપ્ટેમ્બર 1967ના રોજ અથડામણ થઈ હતી. વિવાદ ઓક્ટોબર 1967માં અટક્યો હતો. ચીને ત્યારે દાવો કર્યો હતો કે નાથૂલામાં ઝડપ દરમિયાન તેના 32 સૈનિકો શહીદ થયા હતા. સાથે જ ભારતના 65 સૈનિકો શહીદ થયા હતા. તો બીજી તરફ ચો લા અથડામણમાં ભારતના 36 જવાન શહીદ થયા હતા.