Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાલ કોરોનાએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં કોરોનાના 874થી વધુ દર્દી નોધાઈ ચૂક્યા છે. કોરોનાને કાબૂમાં લેવા હાલ સમગ્ર દેશમાં લોકડાઉન 2.0 ચાલી રહ્યું છે. આ સંદર્ભે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો 3 મે સુધી લંબાવ્યો છે.

રાજ્યમાં પણ 3 મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે. ભારત સરકારે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટો 20 એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે, તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ છૂટછાટ કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. ફેક્ટરીમાં આરોગ્યલક્ષી સૂચનોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તેમજ મનરેગા હેઠળ ગામમાં કામો શરૂ કરાશે.શહેરી વિસ્તારમાં બાંધકામ પણ શરૂ થશે.પંરતુ સાઈટ પર શ્રમિકને રહેવા-જમવા જેવી સુવિધા પૂરી પાડવી પડશે.મોટર મિકેનિક, પ્લમ્બર સહિતના સ્વરોજગાર ધરાવતા કામકાજને છૂટછાટ અપાશે.

હોટસ્પોટ અને ત્યાર બાદ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર નક્કી કરાશે. વિસ્તારોની સીમા નક્કી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને મનપા નક્કી કરશે. ઉધોગ શરૂ કરવા માટે મજૂરી મેળવવી પડશે.

કલેકટર, આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર કમિટી હશે. કમીટી દ્વારા નક્કી કરાશે કયા ઉદ્યોગને છુટ આપવી. આ સાથે જ આજથી 39 માર્કેટ યાર્ડ કાર્યરત થયા છે તેમ પણ તેમણે જણાવ્યુ ંહતું.જિલ્લા કક્ષાએ વાણિજ્યિક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરોના અધ્યક્ષસ્થાને 7 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેમાં જી.આઇ.ડી.સી.ના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેક્ટરી ઇન્સ્પેકટર, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમો કામગીરી ચાલુ કરવાની  મંજૂરીઓ આપશે.

જુઓ 20 એપ્રિલથી કોને શું છૂટ અપાઈ

  • માછીમારીને છૂટછાટ આપવામાં આવી છે
  • મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી અપાશે 
  • પાણી સંગ્રહ માટે મનરેગા હેઠળ કામ કરી શકાશે
  • શહેરોથી બહાર રોડ, સિંચાઈ, બાંધકામ ચાલુ રાખી શકાશે
  • શહેરી વિસ્તારમાં પણ બાંધકામો ચાલુ રાખી શકાશે 
  • શ્રમિકો માટે તમામ વ્યવસ્થા કરશે તેમને બાંધકામની પરવાનગી મળશે
  • ઈલેક્ટ્રીશિયન, પ્લમ્બર, સુથારીકામ શરૂ કરી શકશે
  • મોટર મિકેનિકને કામ માટે છૂટછાટ આપવામાં આવી છે

આ નિયમોનું પાલન કરવું પડશે

  • ફેકટરી સેનેટાઇઝ કરવાની રહેશે
  • સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે ફરજીયાત
  • ભોજનનો સમય એક સાથે ન હોવા જોઈએ
  • ફેકટરીમાં ભીડ ન થાય તેનું પાલન કરવાનું રહેશે
  • ભીડ થશે તો ફેકટરી મલિક જવાબદાર રહેશે
  • કર્મચારીને રોકવાની અને પરિવહનની વ્યવસ્થા માલિકોએ કરવી પડશે
  • તમામ પ્રકારની સુવિધા ઉભી કર્યા બાદ જ કંપનીઓ શરૂ કરવાની રહેશે
  • નિયમ પાલન કરવામાં ન આવે તો ફેકટરી બંધ કરાશે 
  • ઉધોગમાં થર્મલ ગન ફરજીયાત હશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ