Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રિટનમાં કોરોના વાઇરસનો નવો પ્રકાર સામે આવ્યા બાદ ભારતમાં બ્રિટનથી આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. લંડનથી આવેલી ફલાઇટોના ૨૦ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો હતો. સોમવારે રાત્રે ૧૦:૪૦ કલાકે દિલ્હીમાં લેન્ડ થયેલી એર ઇન્ડિયાની બ્રિટનથી આવેલી ફ્લાઇટના ૨૬૬ પૈકીના ૬ પ્રવાસીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમાંનો એક પ્રવાસી કનેક્ટિંગ ફ્લાઇટ લઈને ચેન્નઇ પહોંચ્યો હતો જ્યાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રવિવારે રાત્રે બ્રિટનથી કોલકાતા પહોંચેલી ફ્લાઇટના ૨૨૨ પૈકીનાં બે પ્રવાસીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. અમદાવાદના વિમાની મથક ખાતે લંડનથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટના ક્રૂ સહિત ૨૭૫ પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટમાં ૪ પ્રવાસીના ટેસ્ટ પોઝિટિવ આવતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ભારત સરકારે બ્રિટનથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લાગુ કર્યા તે દરમિયાન મુંબઇ અને પંજાબના અમૃતસરમાં બે ફ્લાઇટ લેન્ડ થઈ હતી. મુંબઇ પહોંચેલી ફ્લાઇટના તમામ પ્રવાસીને ઇન્સ્ટિટયૂશનલ ક્વોરન્ટાઇનમાં મોકલી અપાયાં હતાં. અમૃતસરમાં ૭ પ્રવાસી પોઝિટિવ આવ્યાં હતાં.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ