હરિયાણાના બહાદુરગઢમાં ઈન્ડિયન નેશનલ લોકદળ (Indian National Lok Dal)ના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેઓ સુરક્ષા કર્મચારીઓ સાથે કારમાં હતા. આ દરમિયાન હુમલાખોરોએ તેમના પર આડેધડ 40થી 50 રાઉન્ડ ફાયરિંગ (Firing) કર્યું હોવાનું કહેવાય છે. મળતા અહેવાલો મુજબ આ ઘટનામાં એક સુરક્ષા કર્મચારીનું પણ મોત થયું છે.