કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ ગુરુવારે આરોપ મૂક્યો હતો કે, દેશમાં પ્રસરી રહેલા કોરોના વાઇરસને અટકાવવાને બદલે ભાજપ દેશમાં કોમવાદ અને ધિક્કારનો વાઇરસ ફેલાવી રહ્યો છે.. જેના કારણે સામાજિક ભાઇચારાને ભયાનક નુકસાન થઇ રહ્યું છે. કોંગ્રેસ કારોબારીની બેઠકને સંબોધન કરતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકને આ અંગે ચિંતા થવી જોઇએ. કોંગ્રેસને આ નુકસાનની મરામત કરવા માટે આકરી મહેનત કરવી પડશે.