Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે છઠ્ઠો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પ્રકારે એકતાનો દિવસ છે. તે વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. કોરોનાના આ સંકટમાં વચ્ચેવિશ્વભરના લોકોમાં તેનો ઉત્સાહ છે.કોરોના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે, પ્રાણાયામ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદરૂપ છે.

PM મોદીએ કોરોનાના કાળમાં અનુલો વિલોમ સાથે પ્રાણાયમ કરવા પર ખાસ ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે યોગના માધ્યમથી સમસ્યાઓના સમાધાનની વાત, દુનિયાના કલ્યાણની વાત કરી રહ્યા છીએ. કોરના સંકટ સામે પણ યોગા અકસીર ઈલાજ છે. 

યોગ દિવસ પર PM મોદીનો સંદેશ

યોગ દિવસની આપ સૌને શુભેચ્છા. યોગ દિવસ વિશ્વ ભાઇચારાનો સંદેશનો દિવસ છે. કોરોના કાળમાં સમગ્ર વિશ્વ યોગ કરી રહ્યું છે. લોકોમાં યોગ પ્રત્યેનો ઉત્સાહ વધી રહ્યો છે. આ વર્ષે યોગ એટ હોમ, યોગ વીથ ફેમિલી થીમ છે. હાલમાં સામૂહિક કાર્યક્રમોથી દૂર રહેવું જરૂરી છે. આપણે સૌ ઘરમાં રહીને યોગ કરીએ. બાળકો,વૃદ્વો,મહિલાઓ,યુવાઓ એક સાથે યોગ કરી ઘરમાં ઉર્જાનો સંચાર કરે. કોરોનાને કારણે લોકો યોગની ગંભીરતા જાણે છે. ઇમ્યુનિટી મજબૂત હોય તો બિમારીને દૂર કરવામાં મદદ થાય છે. કોરોનાના દર્દીઓ યોગનો સહારો લઇ રહ્યાં છે. યોગથી આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત થાય છે. સંકટનો સામનો કરી જીતવા માટેની તાકાત યોગથી મળે છે. તમામ પરિસ્થિતિમાં અડગ રહેવું એ જ યોગ છે. યોગથી મુશ્કેલીઓ સામે લડવાની આત્મશક્તિ વધે છે. કામ એકાગ્રતાથી કરવું એ પણ એક યોગ છે. ઊંઘવા અને જાગવાની સારી આદત પણ યોગ છે. યોગને પોતાના જીવનો ભાગ બનાવવો જોઇએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ