દેવાંના ડુંગર હેઠળ દબાયેલી અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કોમ્યુકેશન્સ લિ. (આરકોમ) દેવાં ચૂકવવામાં નિષ્ફળ રહેતાં કંપનીએ શુક્રવારે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલમાં નાદારી માટે ફાસ્ટ ટ્રેક રિઝોલ્યુશન માટે સંપર્ક સાધવાનો નિર્ણય કર્યો હતો. આ પછી કંપનીનીના શેરમાં સોમવારે સવારના ટ્રેડિંગ સેશનમાં ૫૦ ટકા કરતાં વધુનું ગાબડું પડયું હતું. આ સાથે જ આરકોમના શેર રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યા હતા.
સોમવારે આરકોમનો શેર ૫૪.૩ ટકાના ધોવાણ સાથે ટ્રેડિંગ સેશનમાંરૂ. ૫.૩ની ઓલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૨,૦૦૦ કરોડથી ઘટીને રૂ. ૧,૬૬૮ કરોડ રહ્યું હતું. રોકાણકારોના એકઝાટકે રૂ. ૧,૫૫૦ કરોડ ડૂબી ગયા હતા.