Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

IPLના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મળી છે કે આ વર્ષના અંત સુધીમાં વિદેશમાં IPL-2020નું આયોજન થશે અને તેના મટે અનેક દેશ ભારતને સપોર્ટ પણ કરી રહ્યા છે. અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ આઉટલુક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રમાશે.

રિપોર્ટ અનુસાર, આ સપ્તાહની શરૂઆતમાં IPLના તમામ ટીમ માલિકોની મીટિંગ થઈ હતી, જેમાં માલિકોએ વિદેશમાં આયોજનન કરાવવા માટે સહમત થયા છે. અનેક ફ્રેન્ચાઈઝીને આશા છે કે સપ્ટેમ્બર અંતમાં આ લીગનું આયોજન થઈ શકે છે. જોકે, તેના માટે T-20 વર્લ્ડકપ રદ્દ થવાનું ખૂબ જ  જરૂરી છે. આ જ કારણ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ હાલમાં IPL પર સત્તાવાર નિવેદન નથી આપી રહ્યા, કારણ કે તે T-20 વર્લ્ડકપને લઈને ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

ખાલી સ્ટેડિયમમાં થશે IPLનું આયોજન

કહેવાય છે કે, UAEમાં કોરોના વાયરસ પ્રોટોકોલને જોતા IPLનું આયોજન ખાલી સ્ટેડિયમમાં થશે. રિપોર્ટમાં એક ટીમ ફ્રેન્ચાઈઝીને ટાંકીને કહ્યું છે કે, ‘IPL ટીવી માટે બનાવવામાં આવ્યું છે. જો સ્ટેડિયમમાં ભીડ નહીં આવે તો તેનાથી કોઈ ખાસ ફેર નહીં પડે.’ જ્યારે અન્ય એક ટીમ માલિકને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ત્યાં અમારા વિદેશી ખેલાડી રમવા માટે તૈયાર હશે. અમને તૈયારી માટે માત્ર એક મહિનાની જરૂરત છે.

T-20 વર્લ્ડ કપ રદ્દ થવાનું નક્કી

આઉટલુકના રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયામાં આયોજિત થનાર 2020 T-20 વર્લ્ડકપ રદ્દ થવા પર સહમતિ બની ગઈ છે અને ટૂંકમાં જ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ