સુપ્રીમ કોર્ટે દેશભરમાં ડૉક્ટરોને કોઈપણ વિશેષ બ્રાન્ડની કંપનીની દવાઓ નહીં લખવા માટે સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં મૌખિક ટિપ્પણી કરી કે ડૉક્ટરો માટે જેનેરિક દવાઓ જ લખવાનો કાયદાકીય આદેશ હોય તો દવા કંપનીઓ દ્વારા ડૉક્ટરોને વધુ પડતી અથવા તર્કહીન દવાઓ લખવા માટે કથિત રીતે લાંચ આપવા અને ઊંચી કિંમતની બ્રાન્ડની દવાઓ પર ભાર મૂકવાનો મુદ્દાનો ઉકેલ આવી જશે.