ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ અમદાવાદ મોખરે છે. આ કોરોના વાયરસ દરેકને નડી રહ્યો છે. શહેરમાં 23મી જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે તેને લઇને ચર્ચાઓનો દોર ચાલુ છે અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. આ દરમિયાન આજે રથયાત્રાને લઇને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો કે, આ વખતની રથયાત્રા સાદાઈથી નિકળશે.
રથયાત્રાને લઇને મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં શહેર પોલીસ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રામાં કેટલા માણસો સાથે કાઢવી, સોશિયલ ડિસ્ટન્સ ટ્રક, હાથી સહિતની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બધાની સંમતિથી નિર્ણય લેવાયો કે આ વખતની રથયાત્રામાં પહેલાની જેમ દોડાતી ભજન મંડળી, ઝાંખી, ટ્રક આ વખતે નહી હોય. જ્યારે અમદાવાદના મહેન્દ્ર ઝાએ જણાવ્યુ કે, આ વખતે રથયાત્રા સાદાઈથી નિકળશે.
એટલું જ નહીં, સરકાર તરફથી મળતી સૂચનાનો પુરેપુરો અમલ કરવામાં આવશે. જલયાત્રા માટે કોઈ શોભાયાત્રા પણ કાઢવામાં આવશે નહીં. આ સિવાય અષાઢી બીજે નીકળનારી રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથ ખેંચાય તેટલા જ માણસોની જ વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાનના ત્રણેય રથ પર એકથી 2 જણ જ ઉપર આવી શકશે. આ સિવાય રથયાત્રા કેવી રીતે કાઢવી તે અંગે ચર્ચા ચાલી રહી છે.
રથયાત્રા અગાઉ નીકળનારી જલયાત્રા 5મી જૂને યોજવામાં આવશે. જેમાં કોઇપણ ભક્તજનો જોડાઇ શકશે નહીં. આ વિધિમાં મંદિરનાં જ 5થી 7 લોકોની હાજરીમાં જ જયેષ્ઠા અભિષેક કરાશે. આ જળયાત્રામાં 1 ગજરાજ જ જોડાશે. તેના ઉપરાંત ભક્તો, ભજન મંડળીસ ઘોડા વગર જ આ યાત્રા કરવામાં આવશે. આ દિવસે ભગવાન જગન્નાથનાં ગજવેશષ દર્શનની વિધિ કરવામાં આવશે પરંતુ કોઇપણ યજમાનને મંદિરમાં બોલાવવામમાં નહીં આવે. આ વિધિમાં મંદિરનાં મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ઉપસ્થિત રહેશે. આ યાત્રામાં બળદગાડાથી લઈને 108 કળશ પણ સાબરમતી નદીના આરે લઈ નહિ જવાય. માત્ર 1 કળશમાં પાણી ભરીને 108 કળશ ત્યાં મૂકવામાં આવશે.