US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પુષ્ટિ કરી છે કે, ભારત અને અમેરિકા ટૂંક સમયમાં "ખૂબ જ ઓછા ટેરિફ" સાથેનો વેપાર સોદો કરશે, જેથી બંને દેશ પ્રતિસ્પર્ધા કરવા સક્ષમ બનશે. ભારત અને અમેરિકા 9 જુલાઈના રોજ ટેરિફ વધારા પર 90 દિવસની મુદત માટે આપેલી મહત્વપૂર્ણ સમયમર્યાદા પહેલા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો કરી રહ્યા છે.US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે અમે ભારત સાથે એક કરાર કરવા જઈ રહ્યા છીએ, અને તે એક અલગ પ્રકારનો કરાર હશે. તે એક એવો કરાર હશે જેમાં આપણે જોડાઈ શકીશું અને સ્પર્ધા કરી શકીશું. હાલમાં ભારત કોઈને સ્વીકારતું નથી. મને લાગે છે કે ભારત આ કરવા જઈ રહ્યું છે, અને જો તેઓ આ કરશે, તો અમે ખૂબ જ ઓછા ટેરિફ સાથે કરાર કરવા જઈ રહ્યા છીએ."