ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે. દરમિયાન ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી તે મુજબ, આજે અમદાવાદમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા રાજ્યમાં કુલ 73 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. કુલ કેસોમાંથી બે દર્દી વેન્ટિલેટર પર, પાંચ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે.
વધુમાં આરોગ્ય સચિવે કહ્યું કે, એપ્રિલ 5 સુધીમાં ગુજરાતમાં કોરોના ગ્રસ્તનો આંકડો વધવાની શક્યતા છે. આ દરમિયાન કોરોના પોતાની પિકઅપ વધારશે એટલે જ ઘરની બહાર ન નીકળવા તાકીદ આપવામાં આવી છે.