બાબરી વિધ્વંસ કેસમાં લખનઉમાં સીબીઆઇ વિશેષ અદાલત ૩૦ સપ્ટેમ્બરના રોજ ચુકાદો આપશે. કોર્ટે આ કેસના તમામ ૩૨ મુખ્ય આરોપીઓને આ દિવસે સુનાવણીમાં સામેલ થવા કહ્યું છે. તેમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોષી, સાક્ષી મહારાજ, સાધ્વી ઋતંભરા, વિશ્વ હિંદુ પરિષદના નેતા ચંપત રાય અને કલ્યાણસિંહનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં વિશેષ સીબીઆઇ અદાલતના જ્જ ચુકાદો સંભળાવવાના છે. આ પહેલાં વિશેષ જજે ૨૨ ઓગસ્ટના રોજ ખટલાનો સ્ટેટસ રિપોર્ટ ચકાસ્યા પછી કેસ પૂરો કરવાની સમયમર્યાદા એક મહિનો વધારીને ૩૦ સપ્ટેમ્બર સુધીની કરવા સુપ્રીમને વિનંતી કરી હતી. તે અગાઉ સુપ્રીમ કોર્ટે ખટલો પૂરો કરવા ૩૧ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. કેસમાં બે સપ્ટેમ્બરથી જ ચુકાદો લખવાની કોર્ટે શરૂઆત કરી દીધી હતી.