ભારતમાં કોવિડ-૧૯ના રોગચાળાની સ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બની રહી છે. કેન્દ્રીય આરોગ્યમંત્રાલયે બુધવારે ડેઇલી બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૩૨ મોત નોંધાયાં હતાં અને ૭૭૩ નવા પોઝિટિવ કેસ સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૫૨૭૪ પર પહોંચી હતી. અત્યાર સુધીમાં ૪૦૨ દર્દીઓને સફળ સારવાર અપાઇ છે. આરોગ્યમંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દેશમાં કોરોનાના વાઇરસના કારણે ૧૪૯ લોકોનાં મોત થયાં છે.