Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉધ્યોગપતિઓને અને શ્રીમંતોને પત્રકારો વિના ચાલતું નથી. પબ્લિસિટી જોઈતી હોય ત્યારે ધનવાનોના પબ્લિક રિલેશન્સ ઓફિસરો પત્રકારોને મોટી હોટલોમાં લઈ જઈને તેમને જમાડીને માથે દક્ષિણા આપે છે. ભૂદેવો જેમ જમવાનું શરૂ કરતાં પહેલાં હરહર મહાદેવનો હોબાળો મચાવે છે અને હરહર મહાદેવની પૂર્વ તેઓ ગાયનો, વાયસનો અને શ્વાનનો એકેક કોળિયો નોખો કાઢે છે તેમ શ્રીમંત અને સ્થાપિત હિતો પોતાના બજેટમાં એક ખાસ્સી રકમ પત્રકારો માટે અલગ રાખે છે. હમણાં જ જેમની  હત્યા થઈ  તે પ્રમકુમાર શર્મા દર વર્ષે 50 હજાર રૂપિયા પત્રકારો માટે અલગ તારવતા હતા. હમણાજ જગતના સૌથી શ્રીમંત ઈન્ડિયન ગણાતા હિંદુજાઓએ એકાએક અખબારથી વેગળા રહેવાનું છોડી દઈને તેમની દોસ્તી કરવા માંડી છે હિંદુજાઓ પોતાની આગવી બેંક શરૂ કરવાના છે. આ રહસ્યમય સિંધી બંધુઓ ઉપર હજી બોફર્સની હોવિત્ઝર તોપની છાયા પડેલી છે. શ્રીચંદ હિંદુજા(58) એ હમણાં ફાઈનેન્સિયલ ટાઈમ્સને કહ્યું હતું કે અમે અબજો પાઉન્ડ શી રીતે રળીએ છીએ. એનું રહસ્ય તમને અમે થોડા કહી દઈએ? ટ્રેડ સિક્રેટ ખુલ્લી કરીએ તો અમારી આવકનો સ્ત્રોત કે તેમનું પ્રાપ્તિસ્થાન જ બંધ થઈ જાય ને? હિંદુજાઓની અસ્ક્યામતો કમમાં કમ 50 અબજ રૂપિયા જેટલી હોવાનું માનવામાં આલે છે. ગોપીચંદ હિંદુજા (53) એ હમણાં ઈન્ડિયા એબ્રોડને કહ્યું હતું કે અમે  જગતભારના સિંધીઓ માટે એક બેંક શરૂ કરવાના છીએ. હમણા હિંદુજાઓએ ઈન્દુ સિંધ ફાઈનાન્સ કંપની સ્થાપી છે. હિંદુજાઓના વ્યવહારમાં હંમેશા અબજની પાણ હોય છે. આ કંપનીની આરંભની મૂડી ત્રણ અબજ રૂપિયાની હશે. હિંદુજાઓએ પત્રકારો માટે કેટલુંક આપોષણ અલગ રાખ્યું હશે, વારુ?

        જન્મભુમિના દિલ્હી ખાતે પ્રતિનિધિ કુંદન વ્યાસે હમણાં સુરતમાં મિટ ધ પ્રેસ કાર્યક્રમમાં કહ્યું હતું કે પત્રકારત્વ હવે મિસન નહિં પણ પ્રોફેશન છે. વાસ્તવમાં તે પત્રકારત્વ તેના માલિકો માટે તેમ જ પત્રકારો માટે એક ધીકતો ધંધો કે બિઝનેસ છે. કુંદન વ્યાસે કહ્યું છે કે ભ્રષ્ટ તત્વોમાં પત્રકારત્વની ધાક ઓછી થતી જાય છે. આનું કારણ છે કે રાજકારણીઓ અને ધર્મપુરુષો જેવી રીતે આજે કાળાબજારિયાઓ, કરચોરો અને ગુંડાઓ સાથે ભળી ગયા છે તેવી જ રીતે પત્રકારો પણ આ સિસ્ટમનો એક ભાગ બની ગયા છે. કુંદન વ્યાસે કહ્યું છે કે અખબારોના સાચા માલિકો એના વાચકો જ છે. આ દાવો એકદમ ખોટો છે. વાચકોની તો અખબારો પરવા જ નથી કરતા. તમામ અખબારો અને તમામ પત્રકારો એક યા બીજી તરફ કમિટેડ હોય છે. સગલાંઓની અને સ્થાપિત હિતોની છબિઓ તથા બોગસ ફરમાસુ આઈટમો અને લેખો છાપતાં આપણા વર્નાક્યુલર અખબારો પાછું વળીને જોતાં નથી. વાચકને માથે બેહદ અનિચ્છનીય મસાલો જોરથી મારવામાં આવે છે. વાચકો તો બાપડા ગીની પિગ્ઝ છે. એમનાં ગળામાં તંત્રીઓ રોજ કડવા અને પાછાં અપથ્ય લખાણો રેડે છે. કુંદન વ્યાસનો બાજો( કે ગુજરાતી પત્રકારત્વમાં કદી કશો ટપ્પર હતો જ નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ