વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લદાખમાં ગલવાન વેલી ખાતે લડતા લડતા શહીદ થયેલા ભારતીય જવાનોના બલિદાન અંગે મહત્વનું નિવેદન આપતા ચીનને ચેતવણી આપી હતી. PM મોદીએ જણાવ્યું કે ભારત કોઈની પણ ઉશ્કેરણી નથી કરતું અને જો કોઈ તેની ઉશ્કેરણી કરે છે તો તે ખોટા ભ્રમમાં ના રહે. ભારત દરેક પરિસ્થિતિમાં યોગ્ય જવાબ આપતા ખચકાશે નહીં. PM મોદીએ જણાવ્યું કે દેશના બહાદુર સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય.
રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથેની બે દિવસીય બેઠકના બીજા દિવસે પોતાના પ્રારંભિક સંબોધનમાં PM મોદીએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા કહ્યું કે, ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ તે યોગ્ય જવાબ આપવા પણ સક્ષમ છે. ભારત માટે તેની એકતા અને અખંડિતતા સૌથી મહત્વની બાબત છે. ભારતે હંમેશા પ્રયાસ કર્યો છે કે મતભેદ વિવાદનું કારણ ના બને. વડાપ્રધાન સાથેની રાજ્યોના મુખ્યમંત્રીઓની કોરોના વાયરસની સ્થિતિ અંગેની ચર્ચા માટેની વર્ચ્યુઅલ બેઠકમાં શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.