વર્ષ ૨૦૧૨માં વીડિયોકોન ગ્રૂપને અપાયેલી રૂપિયા ૩,૨૫૦ કરોડની લોનમાં કથિત ગેરરીતિ આચરવાના કેસમાં સીબીઆઈએ ગુરુવારે આઈસીઆઈસીઆઈના પૂર્વ સીઈઓ ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર વેણુગોપાલ ધૂત સામે છેતરપિંડી અને ગુનાઇત કાવતરાના આરોપોસર કેસ દાખલ કર્યો છે. આ પહેલાં સીબીઆઈએ ગુરુવારે સવારે મુંબઈના નરિમાન પોઇન્ટ ખાતે આવેલી વીડિયોકોન ગ્રૂપની મુખ્ય કચેરી, ઔરંગાબાદ સ્થિત વીડિયોકોનની કચેરી અને મુંબઈ સ્થિત દીપક કોચરની ન્યૂપાવર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડની કચેરી પર દરોડા પાડયા હતા. સીબીઆઈએ પ્રાથમિક તપાસ કર્યા પછી એફઆઈઆર પણ નોંધી છે. સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં આરોપ મુકાયો છે કે, આઈસીઆઈસીઆઈના પૂર્વ સીઈઓ ચંદા કોચરે વીડિયોકોન જૂથના એમડી વેણુગોપાલ ધૂત સાથે ગુનાઇત કાવતરું રચી આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે છેતરપિંડી કરવા પ્રાઇવેટ કંપનીઓેને ચોક્કસ રકમની લોનોને મંજૂરી આપી હતી. વીડિયોકોન જૂથે એસબીઆઈનાં નેતૃત્વમાં ૨૦ બેન્કો પાસેથી કુલ રૂપિયા ૪૦,૦૦૦ કરોડની લોન પ્રાપ્ત કરી હતી, જેમાં ૨૦૧૨માં આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા રૂપિયા ૩,૨૫૦ કરોડની લોન મંજૂર કરાઈ હતી.