કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કહ્યું કે, સરકાર લોકો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ( એમએસએમઇ) ને પૈસા આપવાનો ઇનકાર કરીને દેશની અર્થવ્યવસ્થાને તબાહ કરી રહી છે. આ ડીમોનિટાઇઝેશન ૨.૦ છે. રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટ સાથે એક લેખ પણ શેર કર્યો છે, જેમાં લોકડાઉનથી ભારતની ઇકોનોમી પર પડનારી અસર અંગે જણાવાયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી જરૂરિયાતમંદો અને એમએસએમઇને રોકડ સહાય આપવાની માગણી કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ દેશના નબળા વર્ગના લોકોને આગામી ૬ મહિના સુધી દર મહિને ૭૫૦૦ રૂપિયા આપવાની માગણી કરી છે.