બિહાર વિધાનસભાની ચૂંટણીના આડે માંડ એક મહિનો બાકી રહ્યો છે ત્યારે બેઠક વહેંચણીના મુદ્દે બિહારના એનડીએ ગઠબંધનમાં ઘમસાણ સર્જાયું છે. બિહારમાં એનડીએના મહત્ત્વના ઘટકપક્ષ મનાતા રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટીએ વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. એકતરફ લોજપાના સુપ્રીમો ગણાતા રામવિલાસ પાસવાનની નવી દિલ્હી ખાતે હાર્ટ સર્જરી કરાઇ છે ત્યારે રવિવારે મળેલી પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં એનડીએ સાથે છેડો ફાડવાનો નિર્ણય લેવાયો હતો. લોજપાના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમારી પાર્ટી બિહારમાં જદયુના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વ હેઠળના સત્તાધારી ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે નહીં.