-
આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકરક્ષક દળમાં ભરતી માટેની લેખિત પરીક્ષા હેમખેમ અને પેપર લીક વગર પૂર્ણ થઇ અને તેનો મેસેજ સીએમઓને પહોંચ્યો હશે ત્યારે સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાશકારો અનુભવ્યો હશે. કેમ કે 2 ડિસે.ના રોજ જ્યારે આ પરીક્ષાનું પેપર લીક થયું અને તેમાં ભાજપના કેટલાક પદાધિકારીઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું ત્યારે રૂપાણી સરકારને રાજકીય અને નૈતિક રીતે સહન કરવું પડ્યું હતું. ગઇ વખતે આખી પરીક્ષા રદ કરાતાં અંદાજે 9 લાખ ઉમેદવારો ભારે હેરાન થયા હતા. આ વખતે તેનું પુનરાવર્તન રોકવા સરકાર અને પોલીસે તમામ આગોતરા પગલા ભર્યા હોવાથી પેપર લીક કે અન્ય કોઇ બનાવ બન્યો નથી. અને ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સહિત સૌ કોઇએ રાહતનો દમ લીધો હતો. જો કે સૂત્રોએ એમ પણ કહ્યું કે હવે કોઇ એવુ ના બને કે પેપરો તપાસવામાં ગરબડ થઇ છે...!