Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએનબી સાથે ૧૩,૦૦૦ કરોડનું કૌભાંડ કરીને લંડનમાં આરામથી જલસા કરી રહેલા ભાગેડુ નીરવ મોદી ફરતે કાયદાનો ગાળીયો કસાયો છે. બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટ દ્વારા નીરવ મોદી સામે ધરપકડનો વોરંટ જારી કરવામાં આવ્યો છે. આ વોરંટને પગલે લંડનની પોલીસ ગમે તે સમયે નીરવની ધરપકડ કરી શકે છે. પોલીસને ૨૫ માર્ચ સુધીમાં નીરવને પકડીને કોર્ટ સમક્ષ હાજર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બેન્કોના કરોડો રૂપિયા ઓવળીને લંડનની સકડો ઉપર આરામથી ફરતો જોવા મળેલો નીરવ ભારતના સકંજામાં આવે તેવી શક્યતા પણ છે. ભારત સરકાર દ્વારા ઈન્ટરપોલની મદદથી તેની સામે રેડકોર્નર નોટિસ જારી કરાવાઈ હતી. બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈને તેની ધરપકડના આદેશ આપ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ