બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ રૂ.60 કરોડની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસે લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યો છે, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે, શહેર પોલીસની આથક ગુના શાખા દ્વારા એલઓસી જારી કરવામાં આવ્યું છે.