શ્રી જગન્નાથ મંદિર પ્રબંધન સમિતિ (SJTMC)એ ઓડિશા સરકારને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને પુરીમાં શ્રદ્ધાળુઓ વગર જ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પુરીમાં 23 જૂનના રોજ રથયાત્રા નિકળશે. ઓડિશા સરકારે સમિતિના પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેને પુરી માટે ટ્રેનો નહીં ચલાવવા માટેનો આગ્રહ કર્યો છે.
પારંપારિક રીતે ભગવાનના મુખ્ય સેવક ગણાતા ગજપતિ મહારાજ દિવ્યસિંદ દેવની અધ્યક્ષતામાં શનિવારના રોજ યોજાયેલી સમિતિની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિના પ્રસ્તાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આ વાર્ષિક મહોત્સવના લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરે જેથી દુનિયાભરના લાખો શ્રદ્ધાળુઓ TV પર ભગવાન જગન્નાથના દર્શન કરી શકે.