દેશભરમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 700થી વધારે લોકોના મોત નિપજ્યા છે જયારે 23 હજારથી વધારે લોકોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. આ વચ્ચે કોરોનાથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા વધીને 6427 પર પહોચી ગઈ છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 778 નવા કેસ સામે આવ્યા છે જયારે 14 લોકોના મોત નિપજ્યા છે. મુંબઈની જો વાત કરવામાં આવે તો 4205 સંક્રમિત કેસ માત્ર મુંબઈના છે. માત્ર મુંબઈમાં 24 કલાકમાં 522 નવા કેસ સામે આવ્યા છે આ દરમિયાન 6 લોકોના મોત નિપજ્યા છે. રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં 840 લોકો સ્વસ્થ પણ થયા છે.