એક સમયે ભાજપની સહયોગી પાર્ટી રહી ચૂકેલી શિવસેનાના નેતા સંજય રાઉતે એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં તેમણે પીએમ મોદીની દેશ વિકાસની વિચારશૈલીની પ્રશંસા કરતા કહ્યુ કે કેન્દ્ર સરકારે તેના યોગ્ય અમલ માટે વિપક્ષને સાથે લઇને ચાલવાની જરુર છે. રાઉતના કહ્યુ કે મોદી એક સારા નેતા છે જેમની ઇચ્છા છે કે વિતેલા 60 વર્ષમાં દેશ માટે જે કામ થયા નથી કે કામ હવે થવા જોઇએ. દેશ માટે મોદીજીની બ્લૂ પ્રિન્ટ સારી છે, પરંતુ સારા કામના યોગ્ય અમલીકરણ માટે વિપક્ષને સાથે લેવા જરુરી છે.
રાઉતે મહારાષ્ટ્રમાં કોરોના મહામારીને લઇને જન્મેલી રાજકીય અટકળોને લઇને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, રાજ્યમાં ત્રણ અલગ-અલગ પાર્ટીઓ અલગ મત ધરાવતી હોવા છતા એકજૂટ થઇને રાજ્યના વિકાસ માટે કાર્યરત કરી રહી છે, જે વિપક્ષ માટે અસહ્ય બની રહ્યુ છે.