મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા શિવસેના ના 16 બળવાખોર ધારાસભ્યોને મોકલવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ સામે મંત્રી એકનાથ શિંદે એ રવિવારે સુપ્રીમ કોર્ટ માં બે અરજી કરી છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વેકેશન બેન્ચ સોમવારે શિંદેની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે. આ સિવાય એકનાથ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાયક દળના નેતા પદથી હટાવીને અજય ચૌધરીની નિમણુક કરવાને લઇને પડકાર આપ્યો છે. ધારાસભ્યોના પરિવારોની સુરક્ષાની પણ માંગણી કરવામાં આવી છે.