ગુજરાત રાજય માહિતી આયોગે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે સ્ટેટ સીઆઇડી ક્રાઈમને આરટીઆઇ હેઠળ મળેલી મુક્તિ પાછી ખેંચવા ગુજરાત સરકારને ભલામણ કરતો નિર્દેશ કર્યો છે. એટલું જ નહી, રાજય માહિતી આયોગે રાજયના તમામ શહેર અને ગ્રામ્ય એલસીબી અને કાઈમબ્રાંચોને પણ આરટીઆઇ હેઠળ અપાયેલી મુકિત પાછી ખેંચવા માટે રાજય સરકારને બહુ અગત્યની ભલામણ કરી છે.