ગુજરાતમાં નકલી પોલીસ અધિકારી, જજ, કોર્ટ સહિત નકલીની ભરમાર વચ્ચે અમદાવાદમાંથી વધુ બે નકલી અધિકારી ઝડપાયો છે. આ બંને અધિકારીઓ અમદાવાદ ગ્રામ્ય SP કચેરીમાં અધિકારી બનીને મુલાકાત માટે ગયા હતા, જ્યાં પોલીસને શંકા જતા પૂછપરછ કરતાં આ શખસો નકલી અધિકારીઓ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.