અમેરિકામાં રહેનારા નોન-રેસિડન્ટ ઈન્ડિયન (NRI) માટે મોટા સમાચાર આવ્યા છે. અમેરિકાના સેનેટે વન બિગ બ્યૂટિફૂલ બિલ એક્ટમાં સંશોધન કરતાં રેમિટન્સ (મની ટ્રાન્સફર) ટેક્સમાં ઘટાડો કર્યો છે. પ્રસ્તાવમાં રેમિટન્સ ટેક્સ 3.5 ટકાથી ઘટાડી 1 ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમેરિકામાં વસતા ભારતીયોને મોટી રાહત મળશે. તેઓ હવે સરળતાથી ભારતમાં વધુ રૂપિયા ટ્રાન્સફર કરી શકશે.