Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોમેડિયન આગાના મૃત્યુ સાથે એક્સક્લૂઝિવ અને કુલટાઈમ કોમેડિયનોની પેઢી નામશેષ થવા આવી છે. કોમેડી ઈઝ કિંગ એમ અંગ્રેજીમાં કહે છે. એક જમાનામાં એ સાચું હતું. ભાગવાડીનાં અને દેશી સમાજનાં નાટકોમાં મુખ્ય વાર્તાને અધવચેથી કાપીને તેમાં સાઈડ-શો જેવો ટેબ્લો પાડવામાં આવતો હતો. જોની વોકરની નબળી આવૃત્તિ જેવા છગન રોમિયો પોતાની તમામ તાકાતથી લોકોને હસાવવા માટે નોટકના વિદૂષકો સરકસના ડાગળાથી પણ ચઢી જાય એવા તનતોડ (લિચરલી અને ફિગ્યુરેટિવ્લી) પ્રયાસોથી પ્રક્ષકોને હસાવવા પ્રયાસ કરતા હતા. એક અંગ્રેજી હ્યુમર મેગેઝિનમાં હમણાં એક કાર્ટૂન છપાયું હતું. કેડે હાડવૈદના પાટા જેવું લૂગડું બાંધીને  અને 95 ટકા શરીર નિર્વસ્ત્ર રાખીને છ સુંદર ડાન્સરો એક હોટેલના બેન્કેટ રૂમને એક ખૂણે લગીર ઊંચા સ્ટેજ ઉપર નૃત્ય કરી રહી અને પગ 180 ડિગ્રીએ લઈ જતી હતી.

        શ્રીમંતો ખુરસીઓ ઉપર બેસીને ટેબલ ઉપરનું ભોજન આરોગી રહ્યા હતાં. એક નર્તિકા બીજીને કહે છે : આઈ હેવ ટેરિબલ ફિલિંગ ધેટ નોબડી ઈઝ વોચિંગ અસ. સિનેમાના અને રંગભૂમિના અનેક કોમેડિયનોની આવી હાલત થઈ છે. સંસ્ક્રૃત નાટકોમાં વિદૂષકો પણ એક તબ્બકે ટાઈપ્ડ થઈ જતા હતા. ખાઉધરો વિદૂષક પૂર્ણિમાનો ચંન્દ્ર જુએ અને તેને પૂરી યાદ આવે. હાસ્યનો મહિમા ઘણો છે પણ જાડું હાસ્ય ટેક્નિકલી કરૂણની કેટેગરીમાં જાવી જાય. હિંદી સિનેમામાં ચાળીશીમાં દીક્ષિત અને ગોપ પ્રેક્ષકોને પેટે પકડીને હસાવતા હતા. ગોપ પોતાના ગોળમટોળ શરીરને કારણે અને ભોળપણના (રાધર ભોટપણાના) અભિનયને લીધે પ્રેક્ષકોને ગમતો. દીક્ષિત વધારે સોફિસ્ટિકેટેડ હતો. યાકુબા એકસાથે વિલન, કરેક્ટર એક્ટર અને વિદૂષક હતો. માસ્ટર ભગવાને કોમેડી ભજવતાં ભજવતા કોમેડીઓનું દિગ્દર્શક કરવાનું શરૂ કરી દીધું જોની વોકર, મોહન ચોટી, આગા અને ઓમ પ્રકાશ હસાવવાનો પ્રયાસ કરતા રહ્યા. જોની વોકર આરંભમાં ઈન્નોવેટિવ લાગતો હતો પણ સમય જતાં એ પણ ટાઈપ્ડ થઈ ગયો. અમુક જ પ્રકારના હાથના ચેનચાળા અને અમુક જ ભાષાને લીધે તે સ્ટીરિયોટાઈપ્ડ બની ગયો. મધુમતી માં મોર નાચા ની સિક્વન્સમાં જોની વોકર ખૂબ ચગ્યો. પાછળથી સર જો તેરા ચકરાયે ગાઈને તેલમાલિશ કરનારની ભૂમિકામાં અને આનંદ ફિલ્મમાં રાજેશ ખન્નાના કઢંગા પણ માનવતાભર્યા ડિરેક્ટર મિત્ર ભૂમિકામાં જોની વોકર ચમત્કૃતિ દાખવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ