અમરેલી માર્કેટયાર્ડમાં આજે ઘઉંની બોરીઓ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ 5 મજૂરોના ઉપર પડી હતી. બોરીઓની નીચે દબાયેલા મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.