Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઈરસના દેશભરમાં વધતા કેસો વચ્ચે મણિપુરમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. મણિપુર રાજ્ય કોરોના પોઝિટિવ દર્દીઓથી મુક્ત થઈ ગયું છે. રાજ્યમાં હવે કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ નથી. મણિપુરની પહેલા ગોવા પણ કોરોના મુક્ત રાજ્ય બની ચૂક્યું છે.

આ અંગે માહિતી આપતા મણિપુરના મુખ્યમંત્રી એમ.બિરેન સિંહે ખુશી સાથે જણાવ્યું કે, મણિપુર હવે કોરોના મુક્ત બની ગયું છે. રાજ્યના બન્ને દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ચૂક્યાં છે અને હવે તેમનો નવો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યમાં હવે કોઈ પણ કોરોનાને કેસ નથી બચ્યો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગોવા દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું હતું, જ્યાં કોરોનાના તમામ દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યાં હતા. ગોવામાં કોરોનાના તમામ 7 દર્દીઓ સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થઈ ગયા અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ