Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ચોમાસાની શરુઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેવામાં રાજ્યમાં આજે સોમવારે (16 જૂન) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે સવારના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના પાલીતાણામાં 11 ઈંચ, જેસર-સિહોરમાં 10-10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહુવાના તલગાજરડા પંથકમાં ભારે વરસાદને પગલે કેટલીક જગ્યાએ ઘૂંટણથી લઈ કેડસમા પાણી ભરાયા હતા.
હવામાન વિભાગના 16 જૂનના Nowcast મુજબ, રાજ્યમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 3 કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં ગાજવીજ અને 41-61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે અત્યંત ભારે વરસાદને પગલે રૅડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, ભાવનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર છોટા ઉદેપુર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ