વામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ (Red alert) પણ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર બંદર પર એલસી 3 સિગ્નલ જારી કરવામાં આવ્યું છે.વડોદરાના (Vadodra) ડભોઇ તાલુકાના અરનિયા અને અશગોલ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ઉપરવાસના વિસ્તારોમાં વરસાદને કારણે હેરન નદીમાં પાણીનો પ્રવાહ ભારે હોવાથી પાણી અરનિયાને જોડતા પુલ પરથી પસાર થઈ રહ્યું છે અને ગામનો સંપર્ક તૂટી ગયો છે. તલાટી મંત્રી ઘટનાસ્થળે પહોંચ્યા છે અને હેરન નદીમાં પૂરની સ્થિતિ અંગે વહીવટીતંત્રને જાણ કરી છે.