ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સતત તણાવ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અંગે એક મોટું નિવેદન આપ્યું હતું. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ પણ રિપ્લાય કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરી હતી, જેમાં ટ્રમ્પના વખાણ કર્યા હતા.