મહિસાગર જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા અજંતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં અકસ્માતમાં ફસાયેલા પાંચ કામદારોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે.NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો દ્વારા નરેશકુમાર લક્ષ્મણભાઇ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો છે.જાણકારી અનુસાર,NDRF ટીમ, વડોદરા ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા છેલ્લા 24 કલાકથી સતત કામદારોની શોધખોળ ચાલુ હતી.