Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહેસાણા મહેસાણા ગુજરાતની રાજનીતિનું મુખ્ય કેન્દ્ર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણા જીલ્લાના વડનગર વિસ્તાર છે. આ જિલ્લો અનમાત આંદોલન માટે ઉદગમસ્થાન હતું. ૧૯૮૪ના વર્ષમાં  ઈન્દ્રાગાંધીની હત્યા થઇ  ત્યાર બાદ દેશમાં લોકસભા ચુંટણી આવી હતી તે સમયે આખા દેશમાં કોંગ્રેસની હવા ચાલી હતી અને વિરોધી પાર્ટી ધરાશય થઇ ગઈ હતી. આખા દેશમાં ભાજપની માત્ર બે બેઠક આવી હતી એમાં મહેસાણા બેઠક ભાજપે જીતી હતી અને એક સીટ આંધ્રપ્રદેશની હતી.

  • મહેસાણા બેઠકનો ઈતિહાસ

ગુજરાતમાં ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં ૨૦૧૨ની ચુંટણી કરતા વધુ બેઠક મેળવી હતી.

મહેસાણા બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે. પાટીદાર મતોનું પ્રભુત્વ છે. આ બેઠક પર ૧૯૫૭માં પહેલી વખત ચુંટણી યોજાઈ હતી તેમાં અપક્ષના ઉમેદવારનો વિજય થયો હતો. ૧૯૬૨ની લોકસભા ચુંટણીમાં માનસિંહ પટેલનો વિજય થયેલ હતો. ૧૯૬૭ની લોકસભા બેઠક પર સ્વતંત્ર પાર્ટીએ બાજી મારી હતી. ૧૯૭૧ની લોકસભા ચુંટણીમાં નેશનલ કોંગ્રેસ (ઓ) જીત મેળવી હતી. ૧૯૭૭માં યોજાયેલી લોકસભા ચુંટણીમાં જે.એન.પી પક્ષનાં ફાળે મહેસાણા બેઠક ગઈ હતી. ૧૯૮૪માં દેશ વ્યાપી કોંગ્રેસની લહેર વચ્ચે પણ ભાજપના ઉમેદવાર ડૉ એ.કે.પટેલે આ બેઠક પર કબજો કર્યો હતો.

ભાજપનો મહેસાણા બેઠક પર દબદબો કાયમી બનતો ગયો. ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮ની લોકસભાની ચુંટણીમાં ભાજપે કામયાબી મેળવી હતી. ૧૯૯૯ની ચુંટણીમાં કોંગ્રેસે ફરીથી વાપસી કરી હતી પરંતુ ૨૦૦૨ની પેટા ચુંટણી આવી અને તેમાં ભાજપની જીત થઇ હતી અને ૨૦૦૪માં ભાજપ દ્વારા શાઈનિંગ ઇન્ડિયા ભાજપનાં સૂત્રનો ઝાદુ ચાલ્યો નહીં. કોંગ્રેસના જીવાભાઈ પટેલ વિજય થયો હતો. હાલ સમયે જીવાભાઈ પટેલે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં લગાતાર બે ટર્મથી ભાજપનાં જયશ્રી પટેલ મહેસાણા લોકસભા બેઠક પર સાંસદ તરીકે ચુંટાઈ આવેલ છે.

  • જ્ઞાતિ સમીકરણ

મહેસાણા લોકસભા બેઠક પર ૧૬,૧૧, ૧૩૪ મતદારો છે જેમાંથી ૭૪.૧૫ ટકા  ગ્રામીણ મતો છે. જયારે ૨૫.૮૫ શહેરી વસ્તી છે, અનુસુચિત જનજાતિ નગણ્ય છે. જયારે અનુસુચિત જાતિ એ.સી  સંખ્યા ૭.૬૧ ટકા છે. ૯૦ ટકા હિંદુ વસ્તી છે અને ૭ ટકા મુસ્લિમ વસ્તી છે. ગુજરાતમાં ૧ કરોડથી વધુ મતો કડવા પટેલના મહેસાણા બેઠક છે.

  • ૨૦૧૭  વિધાનસભા ચુંટણી

મહેસાણા બેઠકમાં કુલ સાત વિધાનસભા વિસ્તાર આવે છે જેમાંથી ગાંધીનગરની માણસા વિધાનસભા બેઠક મહેસાણા લોકસભા લોકસભામાં આવે છે તેના પર કોંગ્રેસની ૫૦૦ કરતા વધુ મતોથી જીત થઇ. ઊંઝા બેઠક પરથી કોંગ્રેસના આશાબેન પટેલનો  વિજય થયો હતો પરંતુ થોડા સમય પહેલા જ આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો કેસ ધારણ કરી લીધો છે. આ વખતે લોકસભાની ચુંટણી સાથે ઊંઝા વિધાનસભાની પેટા ચુંટણી પણ સાથે થવાની છે. વિસનગરથી ભાજપ, બેચરાજીથી કોંગ્રેસ, કડીથી ભાજપ અને મહેસાણા અને વિજાપુર બેઠક પર ભાજપનો વિજય થયો હતો. મહેસાણા બેઠક પરથી હાલના ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ચુંટાઈ આવ્યા હતા.

  • ૨૦૧૪ની લોકસભા ચુંટણી

મોદી લહેર વચ્ચે યોજાયેલી ચુંટણીમાં મહેસાણા બેઠક પર કુલ મતદાતા ૧૪, ૯૮, ૮૨૧  હતા અને જેમાં પુરુષ મતદાતા કુલ ૭,૭૭,૮૨૧ હતા અને ૬૭. ૦૦ ટકા મતદાન થયું હતું  ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપે જયશ્રીબેનને ટીકીટ આપી હતી અને કોંગ્રેસે જીવાભાઈ પટેલને ટીકીટ આપી હતી. કોંગ્રેસના ઉમેદવાર ૨૦૮૮૯૧ મતોથ હાર થઇ હતી .

  • ૩૯૦ લોકસભામાં પ્રશ્નોતરી કરી હતી.

 લોકસભામાં સાંસદ તરીકેની હાજરી ૯૮ ટકા રહી હતી અને ૧૨૮ વખત તેઓએ ચર્ચામાં ભાગ લીધો અને ૧૨૮ વખત ભાગ લીધો હતો. તેઓએ પોતાના કાર્યકાળમાં ૩૯૦ લોકસભામાં પ્રશ્નોતરી કરી હતી.

હજી સુધી ભાજપે કે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી પણ એટલું નક્કી છે કે પટેલ મતદારોનો જે બાજુ ઝૂકાવ હશે તેની જીત નક્કી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ