-
ઘણી વાર વાંદરા કોઇ ગામ મહોલ્લામાં આવે ત્યારે તેને કંઇક ખાવાનું અપાય છે. ક્યારેક તોફાની વાંદરો ઘરમાંથી કે અન્યત્રથી કોઇ વસ્તુ ઉપાડીને ભાગી જાય છે. પરંતુ ઉત્તરપ્રદેશના આગરા શહેરમાં રૂનકતા વિસ્તારમાં કછારા ઠોક કોલોનીમાં નેહા નામની એક માતા પોતાની 12 દિવસ પહેલાં જ જન્મેલી બાળકી આરૂષને દૂધ પીવડાવી રહી હતી ત્યારે દરવાજો ખુલ્લો જોઇને એક વાંદરો અચાનક અંદર આવી ગયો અને નેહા કંઇક સમજે તે પહેલાં તો નવજાત બાળકીને ગળામાંથી પકડીને ભાગી ગયો. નેહાએ તરત જ બુમો પાડી અને પોતાની બાળકીને બચાવવા આક્રંદ મચાવ્યો. આસપાસના લોકો ભેગા થઇ ગયા અને વાંદરાની તપાસ કરી તો તે બાજુના મકાન પર હતો અને લોકોએ હો-હા કરતાં તે બાળકીને મૂકીને ભાગી ગયો. બાળકીના ગળામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આમ એક વાંદરાએ નવજાત બાળકીને મારી નાંખવાનો કરૂણ બનાવ બન્યો છે ત્યારે તેનાથી ચેતતા રહેવાની જરૂર છે.