કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજધાની દિલ્હીમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક વખત ફરીથી CRPFના જવાનો કોરોનાથી સંક્રમિત થયા હોવાનો કેસ સામે આવ્યો છે. જેમાં CRPFના વધુ 15 જવાનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીમાં ફરજ બજાવતી CRPFની એક બટાલિયનમાં 15 નવા કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યાં છે. જેમાં એક આસિસ્ટન્ટ સબ-ઈન્સપેક્ટર અને 4 હેડ કોન્સ્ટેબલ પણ સામેલ છે. જણાવી દઈએ કે, અગાઉ પણ આજ બટાલિયનના 9 જવાનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અમદાવાદમાં પણ એક CRPFનો જવાન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.