ભારતમાં પણ કોરોના વાયરસ પોઝિટિવ કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6566 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 194 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જે એક દિવસમાં મોતને ભેટનારા લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, આ સાથે જ અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,58,333 પર પહોંચી ગઈ છે. જ્યારે આ જીવલેણ બીમારીના કારણે અત્યાર સુધી દેશમાં કુલ 4,531 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
દેશના કુલ 1,58,333 કેસોમાંથી 67,692 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે, જ્યારે 86,110 એક્ટિવ કેસો છે.