જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભારતમાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કારણે 66 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 1263 કેસો નવા ઉમેરાયા છે.
આ અંગે સ્વાસ્થ મંત્રાલયના આંકડા પ્રમણે, છેલ્લા 24 કલાકના આંકડા ઉમેરીને દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 33,050 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 1074 પર પહોંચી છે. આ ઉપરાંત 8325 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 23,651 લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
કોરોના વાયરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. જ્યા 432 લોકો મોતને ભેટ્યા છે. આ સાથે અહીં મહામારીથી પીડિત લોકોની સંખ્યા 11,940 થઈ ગઈ છે.