રાજ્યમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 1192 કેસ નોંધાઇ ચુક્યા છે જો કે ચિંતાની વાત તો એ છે કે તે પૈકી 125 કેસ એવા છે જેમને કોરોનાનાં એક પણ લક્ષણ દેખાતાં નથી. કોઈને ય તાવ, શરદી- ખાંસી, ગળાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શ્વાસમાં તકલીફ જેવું કશું જ નથી. આવા દર્દીઓ તેમનો રિપોર્ટ પોઝિટીવ જોઈને આશ્ચર્ય અનુભવતા હશે.
આ પ્રકારના દર્દીઓને પહેલા સિવિલ કે SVP હૉસ્પિટલમાં દાખલ કરાતા હોય છે. ત્યાંના ડૉક્ટરો તેમની વધુ ઉંડાણથી તપાસ કરીને એ બાબતનો નિર્ણય લેતા હોય છે કે તેમને હૉસ્પિટલમાં રાખવાની જરૂર છે કે નહીં. જો જરૂર જેવું ન જણાય તો તેમને ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ખાતે ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ટ્રાન્સફર કરાય છે.