દેશમાં મોટાભાગની ઇકોનોમી ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે હવે જ કોરોના સામે સજાગ રહેવાનો સમય છે તેમ પીએમ મોદીએ દેશવાસીઓને તેમની મન કી બાતમાં કહ્યું હતું. મોદીએ લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવા, ૬ ફૂટનું અંતર જાળવવા અને જાહેરમાં માસ્ક પહેરવા અપીલ કરી હતી. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના વાઇરસનો ફેલાવો ઘણો ઓછો છે તે અંગે લોકોનો આભાર માન્યો હતો. મોદીએ માઇગ્રન્ટ મજૂરો, કોશન અને યોગની ચર્ચા કરતાં કહ્યું કે, કોરોના કાળમાં હરિદ્વારથી હોલિવૂડ સુધી સૌ કોઈ યોગ અપનાવી રહ્યા છે. કોમ્યુનિટી, ઈમ્યૂનિટી અને યુનિટી માટે યોગ ઉત્તમ સાબિત થઈ શકે છે.