મહારાષ્ટ્રના NCPના સાંસદ જેઓ જેલમાં બંધ છે, તેમણે મુંબઇમાં બાયકુલા જેલની બહાર ગુરુવારે એક પોલીસ ઑફિસરને ગાળાગાળી કરી હતી, કારણ કે જે વાન તેમને લેવા માટે આવવાની હતી તેને આવવામાં મોડું થયું હતું. તેમનું આ અભદ્ર વર્તન કેમેરામાં કેદ થયું છે. સાંસદ રમેશ કદમ છેલ્લાં 19 વર્ષોથી જેલમાં બંધ છે. 300 કરોડના એક કૌભાંડમાં ઓગસ્ટ 2015માં દેવેન્દ્ર ફડનવીસની સરકાર દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. સાંસદે કહ્યું- તું જાણતો નથી હું કોણ છું. સાંસદ ગુસ્સે ભરાયા હતા કારણકે પોલીસ ઓફિસરે તેમને રાહ જોવડાવી હતી. કેટલીય વાર સુધી રાહ જોવા છતાંય જે વાન તેમને ચેક-અપ માટે લઇ જવાની હતી તે આવી ન હતી.