કલોલ નગરપાલિકાની સામાન્ય સભામાં પોતાના વોર્ડની સમસ્યાને નજર અંદાજ કરવામાં આવતા ઉશ્કેરાઇ ગયેલા કોંગ્રેસના મહીલા સભ્યએ ભાજપ શાસિત નગરપાલિકાના મહીલા પ્રમુખને તમાચો ચોડી દેતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે પાલિકા પ્રમુખની ફરિયાદને આધારે પોલીસે કોંગ્રેસના મહીલા સભ્ય સામે ગુનો દાખલ કર્યો છે.