PM મોદી આગામી લોકસભા ચૂંટણી પણ ઉત્તર પ્રદેશની વારાણસી સીટ ઉપરથી જ લડશે. મહત્વનું છે કે, આ વખતે પણ PM મોદી બે સીટોથી ચૂંટણી લડશે, જેમાં એક સીટ વારાણસીની, જ્યારે તેમની બીજી સીટનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો નથી. તેવું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું. જણાવી દઈએ કે, શુક્રવારે યોજાયેલી ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.