નેપાળની સંસદે પસાર કરેલા વિવાદિત નકશાને ભારતે ફગાવ્યો છે. ભારતે દાવો કર્યો છે કે આ નવો સુધારેલો નકશો ઐતિહાસિક તથ્યો તેમજ પુરાવાને આધારિત નથી. નેપાળે શનિવારે ખાસ સંસદ બોલાવીને બંધારણીય સુધારા ખરડો પસાર કર્યો હતો. જેમાં ભારતનાં ૩ વિસ્તારો નેપાળની હદમાં દર્શાવવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે નવા નકશાને બેબૂનિયાદ ગણાવીને ફગાવ્યો હતો.